
હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે તો જુગારીઓની મોસમ ખુલી છે ત્યારેંમોરબી-ટંકારા અને વાંકાનેર પોલીસે અલગ અલગ સ્થળે દરોડા પાડીને ૨૧ જેટલા જુગારીઓને ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

એ ડીવીઝન પોલીસે ટીમ પેટ્રોલીગમાં હતી ત્યારે વજેપર ના ઝાપા પાસેથી જાહેરમાં જુગાર રમતા સમીરભાઇ ખમીશાભાઇ કાતીયાર, સંજયભાઇ જગદીશભાઇ પીપળીયા, સુરેશભાઇ મેરૂભાઇ પાટડીયા, મનસુખભાઇ સમીરભાઇ મકવાણા ને રૂપિયા ૬૭૭૦ ની રોકડ સાથે ઝડપી લીધા હતા. બી ડીવીઝન પોલીસે ભીમસર ચોક પાસે પતા ટીચતા વીજયભાઇ માધુભાઇ વરાણીયા,દિનેશભાઇ બાબુભાઇ નગવાડીયા, કમુબેન કલાભાઇ વરાણીયા ને પતા રમતા રૂપિયા ૧૫૫૦ ની રોકડ સાથે ઝડપ્ય હતા.
વાંકાનેર સીટી પોલીસે વિસીપરામાંથી હકુભાઇ માલાભાઇ ઝીજવાડીયા , ભીમજીભાઇ ઉર્ફે ભીમો દેવજીભાઇ થુલેટીયા, જીજ્ઞેશભાઇ ભુપતભાઇ ઝીજવાડીયા , અશોકભાઇ મેરૂભાઇ ડાભી ને પતા રમતા રૂપિયા ૪૩૦૦ ની રોકડ સાથે ઝડપ્ય હતા. અને ટંકારા પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી મીતાણા નજીક આવેલી બહુચરપાન જુગાર રમવા આવી રહ્યો છે ત્યારે પોલીસે ત્યાં દરોડો પાડતા રજનીકાંતભાઇ હરખાભાઇ ભાગીયા,સંજયભાઇ ડાયાભાઇ ગજેરા , કમલેશભાઇ રામજીભાઇ ભાગીયા , ચંદુલાલ પ્રેમજીભાઇ ભાગીયા, ધરમેન્દ્રભાઇ માધવજીભાઇ ઢેઢી, જગદિશભાઇ જાદવજીભાઇ ભાગીયા,દિલીપભાઇ રામજીભાઇ ગજેરા, વેલજીભાઇ ધરમશીભાઇ ગજેરા, નીતીનભાઇ તુલશીભાઇ ભાગીયા અને ગીરીશભાઇ મોહનભાઇ સંઘાણી સહિતના ૧૦ શખ્સોને રોકડા રૂપીયા ૨૦૪૫૦ તથા મોબાઇલ ફોન નંગ-૭ કિંમત રૂપિયા ૧૨૫૦૦ મળી કુલ રૂપિયા ૩૨૯૫૦ના મુદામાલ કબજે કર્યો હતો
