



ટંકારાના જીવાપર ગામે દેવીપુજક વાસમાં જાહેરમાં જુગાર રમતાની ખાનગી બાતમી આધારે ટંકારા પોલીસે રાત્રીના સમયે દરોડો પડતા વિનોદ ખેંગારભાઈ દેવીપુજક,મનોજ ખેંગારભાઈ દેવીપુજક,વલ્લભ વસ્તાભાઈ દેવીપુજક,અશોક વસ્તાભાઈ દેવીપુજક એમ ચાર સહિત રૂ,૪૪૦૦ રોકડ સાથે ઝડપી પડ્યા હતા.જયારે વાંકાનેરના જીનપરા વિસ્તારમાં રહેણાંક મકાનમાં ગ્રાહકો પાસેથી મિલન તથા કલ્યાણ બોમ્બે વરલીના આકડા બુકમાં લખી ફોટા પાડીને વોટ્સઅપ મેસેજ કરી વરલીના આકડાનો જુગાર રમાડતા હોવાની ખાનગી બાતમી આધારે વાંકાનેર પોલીસે મોડી રાત્રીના દરોડો પડતા મહેશ વાલજીભાઈ વિઝવાડીયાને નોટબુક નંગ-૧,બોલપેન નંગ-૧,મોબાઈલ નંગ-૧ કીમત-૨૦૦૦ અને રોકડ રૂપિયા ૬૭૦ સાથે ઝડપી પાડ્યો હતો તથા દીપક દેવસીભાઈ અદાણી નાસી છુટતા પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યા છે.

