થરાદ ગામે પુરગ્રસ્તોને ટંકારાના રહેવાસીઓએ સહાય પહોચાડી

મોરબી જીલ્લા બાદ મેધરાજાએ બનાસકાંઠા તથા તેના ઉપરવાસના વિસ્તારને ધમરોળ્યું હતું ભારે વરસાદને પગલે બનાસ નદીમાં ધોદાપુર આવતા બનાસકાંઠા અને અનેક ગામોમાં પુર આવ્યા છે અને અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છેતેમજ અંબાજીમાં ભારે વરસાદ પડતા તેની આસપાસના ગામો બેટમાં ફેરવાયા હતા અને લોકોની ધરવાખરી સહિત બધું નાશ થયું છે એવામાં અસરગ્રસ્તોને મદદ પહોચાડવા સહાયનો ધોધ વર્ષી રહ્યો છે.જેમાં આજ રોજ મોરબી જીલ્લાના ટંકારા તાલુકાના રહેવાસીઓએ બીપીનભાઈ પ્રજાપતિની આગેવાનીમાં ૬૦૦૦ નંગ થેપલા,૧૦૦૦ કિલો બુંદી અને ૧૦૦૦ કિલો ગાંઠિયાના ફૂડ પેકેટ તૈયાર કરીને થરાદ (પાટણ)ખાતે પૂરગ્રસ્ત લોકોની મદદે ટેમ્પો ભરીને રવાના કરવામાં આવ્યું છે.

 

 

Comments
Loading...
WhatsApp chat