

સરકાર દ્વારા રોજ-બરોજ એક નવી યોજના લાવીને અલગ અલગ જાહેરાત કરવામાં આવે છે પરંતુ તે યોજના જરૂરિયાત મંદ લોકો સુધી પહોચતી નથી અને માત્ર ચોપડા પર જ ચાલુ હોય છે.એવામાં આજે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા ના 21 જેટલા સરપંચો ની મિટિંગ મળી હતી જેમાં અલગ અલગ પ્રશ્ર્નો ને લઈને ચર્ચા કરી રહ્યા છે અને ટંકારા તાલુકામા થયેલા ભારે વરસાદ ની નુકસાની ને પગલે તાત્કાલિક અસરથી અતિવૃષ્ટિ જાહેર કરવામાં આવે તો વગર મંજૂરી એ ખર્ચ કરવાની 5હજાર ની મર્યાદા વધારી ને 20 હજાર કરવા જ્યારે સિસી રોડ પર ની 15અને30% પ્રાયોરીટ છે જે સાવ સામાન્ય છે આજે સ્વચ્છ ભારત અંતગત ગટર ને પાણી ની પાઈપલાઈન પાથરી છે તેથી રોડ તુટી ગયા છે અને રીપેરીંગ પણ થઈ શકે તેમ નથી ત્યારે આ પ્રાયોરીટ ને વધારો કરી 90%કરવામાં આવે અને તમામ ગામો ને ફરીથી ધબકતું કરવા જીલ્લા કલેકટર ડિઝાસ્ટર ની વીશેસ ગ્રાન્ટ આપે ની માંગ સાથે ટંકારા ઇન્ચાર્જ મામલતદાર પટેલ ને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.
આ તકે ટંકારા ના સરપંચ નિશાબેનત્રિવેદી. કલ્યાણપર ના દિનેશ વાધરીયા. હરીપર ના શાંન્તિગીરી ગૌસ્વામી. વિદ્વાન ના કોકિલાબા જાડેજા ધુનડા ના પ્રાણજીવન જીવાણી. ખાખરા ના રાજેશ રાઠોડ. સજ્જનપર ના ભાવનાબેન બરાસરા. બંગાવડી ના શોભનાબેન ઓઝા. અમરાપર ના રસૂલ બાદી. વિરપર ના મંજુલાબેન ચાવડા. જબલપુર ના કિશોર પટેલ. નાનારામપર ના ભુપતસિહ ઝાલા ગજડી ના હરસુરભાઈ જારીયા. નશિતપર ના ભાનુબેન ચાવડા. છત્ર ના રમેશ સારેશા. વાછકપર ના મંજુબેન વારૂકિયા. સાડી ના પ્રભાબેન ભાગ્યા. સરાયા ના મેધનાબેન ઢેઢી. ભુતકોટડા ના હિતેશ નમેરા નાના ખિજડીયા ના મહમ્મદ અલી ફિરોઝભાઈ. નેકનામ ના અરૂણાબા ઝાલા સહીત ના સરપંચો હાજર રહ્યા હતા.