



ટંકારા તાલુકાના નાના ખોજડીયા અને ધુનડા ગામના ગ્રામજનો દ્વારા તા.૧ ની તારાજીમાં સરકારી તંત્ર દ્વારા કોઈ પણ જાતની સહાય ન મળતા આજ રોજ ટંકારા મામલતદારને આવેદન આપ્યું હતું.જેમાં તા.૧ ના ભારે વરસાદમાં માલધારીઓની ભેંસો અને ધેંટા-બકરા મરણ પામેલ છે.તેમજ નીચાણવાળા વિસ્તારોમાં પાંચ-છ ફૂટ જેટલા પાણી ભરાતા ઘરવખરી નાશ પામી છે.ખેતીવાડીમાં ૧૦૦૦ વિધા જમીનમાં કરાયેલ વાવેતર ધોવાય ગયેલ છે અને ગ્રામપંચાયતો-મિલકતોમાં ભારે નુકશાન થયેલ છે.જે મામલે આજ ગ્રામજનો દ્વારા સહાય આપવા રજૂઆત કરાઈ હતી જેમાં જણાવ્યું હતું કે માલઢોર મરણ પામેલ,ઘરવખરીનો નાશ થયો છે અને વાવેતર માટે બિયારણની વ્યવસ્થા કકરવામાં આવી નથી જેથી તાલુકા તંત્રની ખોર બેદરકારી જોવા મળે છે.ધુનડા નદીનો કોઝ-વે,નાના ખોજ્ડીયાનો કોઝ-વે તથા ટંકારાના મસ્દીયા વોંકળાનો પુલ રીપેર કરવા માંગણી કરી છે.

