ટંકારા નજીક રીક્ષાએ ઠોકર મારતા બાઈકસવારનું મોત

ટંકારા લતીપર રોડ પર ગત સાંજે વધુ એક અકસ્માત સર્જાયો છે જેમાં બાઈક પર સવાર આધેડને રીક્ષાએ ઠોકર મારતા આધેડનું મોત નીપજ્યું છે.

રાજકોટના રહેવાસી જીતેશ ભૂદર ભાગિયાએ ટંકારા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ગઈકાલે સાંજના સમયે લતીપર ટંકારા રોડ પરથી તેના પિતા ભુદરભાઈ બેચરભાઈ ભાગિયા પોતાના બાઈક નં જીજે ૦૩ ઇડી ૩૦૩૭ લઈને ટંકારા તરફ આવતા હતા ત્યારે પુરપાટ વેગે આવતી રીક્ષા નં જીજે ૩૬ યુ ૦૫૨૨ ના ચાલકે તેના બાઈકને ઠોકર મારતા બાઈકસવાર ભુદરભાઈ ભાગિયા રહે. ટંકારા વાળા આધેડનું મોત નીપજ્યું છે. ટંકારા પોલીસે બનાવની નોંધ કરી વધુ તપાસ ચલાવી છે.

Comments
Loading...
WhatsApp chat