



ટંકારામાં સવારથી બપોરે ૨ વાગ્યા સુધીમાં ૧૧ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ચારેયકોર જળબમ્બાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ટંકારાના નીચાં વાળા વિસ્તારોમા પાણી ભરવા થી ફસાયેલા લોકોને બચવા મોરબી ઉપરાંત રાજકોટથી NDRF (ડિઝાસ્ટર મેનેજમેન્ટ)ની ટિમો બોલવામાં હતી. ઉપરાંત ટંકારાના ખાખરા ગામ પાસે કોઝવેમાં ફસાયેલા લોકોને બહાર કાઢયા બાદ NDRFની ટીમે ટંકારાની લક્ષ્મીનગર સોસાયટી પાસે આવેલા ઝુપડપટ્ટી વિસ્તારમાં પાણીમાં ફસાયેલા 9 બાળકો સહીત 11 લોકોને રેસ્ક્યુ ઓપરેશન કરી સલામત રીતે પૂરના પાણી માંથી બહાર કાઢી સલામત સ્થેળે ખસેડવામાં આવ્યા હતા. જયારે બપોર બાદ વરસાદ ધીમો પડતા તંત્ર અને લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

