



ટંકારા તાલુકાનાં ખાખરા ગામે માથાભારે શખ્સનાં ત્રાસમાંથી છોડાવી ગામમાં શાંતિ સ્થપાય તેવું વાતાવરણ સર્જવા બાબતે મુકેશભાઈ ધીરુભાઈ પરેસા સહિતના લોકોએ આજે મોરબી ડી.એસ.પી કચેરીએ જઈ લેખિતમાં રજૂઆત કરી હતી.રજુઆતમાં જણાવ્યું હતું કે ગામમાં સરપંચ છેલ્લા છ માસથી સરપંચની ચુંટણીમાં તેમનો સાથ ન આપવા બાબતે મારકૂટ કરે છે અને ધમકીઓ આપે છે. તેમનો ત્રાસ વધતો જાય છે અને બાળકો પણ શાળાએ જતા ડરે છે અને વધુમાં જણાવ્યું હતું કે ફોનમાં ધમકી અને ગાળો આપે છે.તેમજ મારામારી કરતા આ આરોપી છુટથી ગામમાં ફરે છે.ઉપરાંત સરપંચનાં સહકારથી ગામનાં દેવીપૂજકો ઘરમાં દેશી દારૂનાં ભટ્ઠા ચલાવી દારૂ વહેચે છે. આ મામલે સરપંચ તથા તેની ટોળકીનાં ત્રાસથી મુક્ત કરાવવા મુકેશભાઈએ રજૂઆત કરી છે.

