ટંકારામાં ભારે વરસાદને પગલે ઘરોમાં ભરાતા પાણીના નિકાલ પ્રશ્ને કંટ્રોલમાં રજૂઆત કરાઈ

ટંકારામાં પડેલા ભારે વરસાદને પગલે ટંકારામાં ઘરોમાં,હાઈવે પર અને મફતિયા પરામાં ૫ થી ૭ ફૂટ પાણી ભરાયા હતા.ગઈકાલ સાંજના સમયે નગર નાકા વિસ્તારના લોકોએ મામલતદાર કચરીએ દોડી જઈને રજૂઆત કરી હતી અને અધિકારીઓ દ્વારા ખાલી ખોટું આશ્વાસન આપવામાં આવ્યું હતું.ચોમાસામાં ટંકારાના નગર નાકા,મફતિયા પરાના પાણીનો નિકાલ,નગર નાકે થી પોલીસ સ્ટેશન તથા પી.ડબ્લ્યુ.ડી.ના કવાર્ટર્સ પાસેથી પાણીનો નિકાલ થતો હતો.છેલ્લા ૩-૪ વર્ષથી પોલીસ ડીપાર્ટમેન્ટ તથા પોલીસ કવાર્ટરની કમ્પાઉન્ડ વોલ આગળ આપેલ ખુલ્લી જગ્યામાં ઝાડવાઓ વાવવામાં આવેલ છે.જેતે સમયે વરસાદી પાણીના નિકાલ માટે ભૂંગળાઓ નાના નાખાવામાં આવેલ હતા.જેને કારણે ગઈકાલથી આજ સાંજ સુધીમાં પડેલ ભારે વરસાદને પગેલે તે વિસ્તારના ઘરોમાં પાણી ભરાયા હતા.

આજ સવારે તે વિસ્તારના લોકોએ મામલતદાર કચેરીમાં દોડી જઈને પોલીસ કવાર્ટર આગળ બગીચામાં જેસીબીથી ખોદી પાણીનો નિકાલ કરવા માંગણી કરી છે.આ ઉપરાંત ખીજડીયા ચોકડીથી વાંકળા સુધી તથા ખીજડીયાથી અમરાપર રોડ પરજેસીબી થી ખોદી તાત્કાલિક પાણીનો નિકાલ કરવા માંગણી કરી.આ મામલે મામલતદાર દ્વારા ખાત્રી આપવામાં આવી હતી.

 

Comments
Loading...
WhatsApp chat