ટંકારા તાલુકા પંચાયત કચેરીમાં વરસાદના પાણી ઘુસ્યા

કચેરીમાં રેહલ મહત્વના દસ્તાવેજો અને કમ્પુટરો પાણીમાં ડૂબ્યા

આજે સમગ્ર સૌરાષ્ટ્રમાં મેઘો મેહરબાન હતો ત્યારે મોરબી જીલ્લામાં તો મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું જેમાં જીલ્લામાં સૌથી વધુ વરસાદ ટંકારા પથકમાં થયો હોવાથી ત્યાં ઘણી નુકસાની થઇ હતી અને ૨૦ થી વધુ લોકોને રેસ્ક્યુ કરી ને બચાવમાં આવ્યા હતા ત્યારે જ્યાંથી ટંકારા પથકનું સંચાલન થતું હતું તે મામલતદાર કચેરીમા પાણી જોવા મળ્યું હતું પણ તેની વધુ અસર તાલુકા પંચાયત કચેરીમાં જોવા મળી હતી જેમાં પંચાયત નજીક આવેલ જબલપુર ગામનું તળાવ તૂટતા તાલુકા પંચાયતમાં ફૂટથી વધુ પાણી ભર્યા હતા જેના લીધે કચેરીમાં રેહલ મહત્વના દસ્તાવેજો અને કમ્પુટર સહિતની મોટાભાગની મશીનરી પાણી માં ગરકાવ થવાથી બગડી ગઈ હતી કેટલું નુકશાન થયું હોવાથી આ અગે પોલીસ માં પણ જાણ કરવામાં આવી હતી પણ જો તંત્ર ક્ચેરિઓના જ આ હાલ હોય તો બીજા લોકોને શું સલામતી તે પણ એક ચર્ચાઓનો વિષય છે

Comments
Loading...
WhatsApp chat