


ટંકારામાં તાલુકા કક્ષાનો કલા મહાકુંભ 2017 ન્યુ વિઝન સ્કૂલમાં યોજાયો હતો. રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિ તેમજ જિલ્લા રમતગમત અધિકારી કચેરી દ્વારા આયોજન કરાયું હતું. જેમાં 10 વર્ષથી નાના વિદ્યાર્થીઓને ભાગ લીધો હતો. પ્રથમ લોકનૃત્યમાં નેકનામ પ્રા.શાળા ટિમ વિજેતા બની, એકપાત્રીય અભિનયમાં નેકનામ પ્રા.શાળાનો રાઠોડ રાજવિલા, વાગગઢ પ્રા.શાળામાંથી રાણીયા દિક્ષિતા, હરબારીયાળી પ્રા।શાળામાંથી સંઘાણી વંશિતા, સુગમ સંગીત સપર્ધામાં ન્યુ વિઝન સ્કૂલમાંથી વિરલગામા મીરલ, ગીત સ્પર્ધામાં નાલંદા વિદ્યાલયના રાવલ ધીમહિ, ન્યુ વિઝન સ્કૂલમાંથી દેસાઈ હસ્તી, કન્યાશાળામાંથી ઝાલા નમર્તા, સમૂહ ગીત સ્પર્ધામાં ન્યુ વિઝન સ્કૂલ, મીતાના તાલુકા શાળા, ગણેશપર પ્રા.શાળા વિજેતા બની હતી.