Billboard ad 1150*250 Billboard ad 1150*250

ટંકારાના જીવાપર ગામે તળાવમાંથી વૃધ્ધાની લાશ મળી

મળતી વિગત મુજબ સવારના સાત વાગ્યાની આસપાસ જીવાપરગામના પાદરમાં આવેલ તળાવમાં કોઈ વૃદ્ધાની લાશ તરતી હોવાની થયાને પગલે ગ્રામજનો તળાવે પહોચ્યા હતા અને લાશની ઓળખના અનુમાન સાથે લોકોએ ગામમાં રહેતા મિશ્રા પરિવારને જાણ કરી હતી

તળાવ પર આવેલ ધર્મેન્દ્ર જયંતિલાલ મિશ્રાએ તે લાશ પોતાના સાસુની હોવાનું જણાવ્યું હતું,તેમણે પોલીસની પ્રાથમિક પૂછપરછમાં મૃતક જ્યોતિબેન પ્રવીણભાઈ કક્કડ (ઉ.૫૫) પોતાના સાસુ થતા હોવાનું અને છેલ્લા દોઢ-બે માસથી પોતાને ત્યાં આંટો દેવા આવ્યા હોવાની તેમજ મૃતકને મગજની બીમારી સબળ છેલ્લા બે માસથી દવા ચાલતી હોવાનું અને મૃતક તેમના સારું મૂળ કોડીનારના વતની હોવાનું જણાવ્યું હતું.ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Comments
Loading...
WhatsApp chat