



ટંકારા વિસ્તારમાં પડેલ ભારે વરસાદને કારણે ટંકારા આસપાસ વિસ્તારમાં આવેલ ચેક ડેમ તથા તળાવો તૂટ્યા હતા જેના કારણે ટંકારાની જીનીંગ ઇન્ડસ્ટ્રીઝ અને ઓઈલ મિલોમાં પાંચથી સાત ફૂટ પાણી ભરાઈ ગયા હતા.જીનીગ-ઓઈલ મિલો તળાવમાં રૂપાંતર થઈ હતી.જેમાં શ્રી રામકૃષ્ણ કોટન એન્ડ ઓઈલ ઇન્ડસ્ટ્રીઝ,રાધેકૃષ્ણ કોટન ઇન્ડસ્ટ્રીઝ,શુભમ કોટન ઇન્ડસ્ટ્રીઝ,લક્ષ્મીનારાયણ કોટન,ક્રિષ્ના કોટન,અમર ઓઈલ મીલ જેવી વિવિધ મીલોમાં પુરના પાણી ફરી વર્યા હતા.જીનીગ તથા ઓઈલ મીલોમાં પાણી ભરાતા કપાસ અને કપાસિયા તણાય ગયા હતા.તેમજ કપાસિયા અને ખોળની ગુણીઓ પલળી જવાથી ટંકારાની કોટન ઇન્ડસ્ટ્રીઝને લાખો રૂપિયાનું નુકશાન વેઠવાનો વારો આવ્યો છે.

