ટંકારામાં જમીનના જુના ડખ્ખામાં બે પરિવારો વચ્ચે બોલી બધડાટી

ટંકારામાં ઈશાબાપાની છાપરી નામે ઓળખાતી જમીનની જગ્યા બાબતે ટંકારામાં મુસ્લિમ પરિવાર વચ્ચે ઘણા સમયથી ઝગડો ચાલી રહ્યો છે. જેમાં હબીબ ઈશાભાઈ અબાણી તેના ભત્રીજા રફિક હાસમ, ગફાર ઈબ્રાહિમ, સિરાજ ઈબ્રાહિમ અને કાસમ ઈબ્રાહિમ વિરુદ્ધ ગાળો બોલી ધારિયાથી હુમલો કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જ્યારે સામા પક્ષે ગફારભાઈ અબાણી, હબીબ ઈશાભાઈ , ઇમરાન હબીબ, અને આદમ ઈશાભાઈ વિરુદ્ધ આજ રોજ ફરિયાદ નોંધાઈ છે.ટંકારા પોલીસમાં બંને પક્ષોએ  સામસામેની ફરિયાદ નોધાવી છે.જેને આધારે ટંકારા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે..

Comments
Loading...
WhatsApp chat