* સર્વ ધર્મમાં માનવ ધર્મ જ શ્રેષ્ઠ ધર્મ *ને સાર્થક કરતા હડમતિયા ( પાલણપીર) ગામના યુવાનો-વડિલો

” પંછી પાની પીને સે ઘટે ના સરિતા નીર,
ધરમ કિયે ના ધન ઘટે સહાય કરે રઘુવીર ”
આ પંકિતને સાર્થક કરવા હડમતિયા ( પાલણપીર) ગામના યુવાનો તેમજ વડિલોઅે અથાગ પ્રયત્નો કરી બનાશકાંઠા તેમજ ધાનેરામાં કુદરતે અતિવૃષ્ટિથી વિરેલ વિનાશથી બેઘર અને લાચાર બનેલા પુરપીડીતોના દુ:ખમાં ભાગીદાર બની તેમના લાભાર્થ માટે ગામમાંથી ફાળો અેકત્રીત કરતા દાતાશ્રીઅો, ગોપીમંડળો, વ્હારે આવતા ૩૦,૦૦૦ હજાર જેવી દાનની સરવાણી વહી હતી. તેમજ ૨૦ મણ વજન (લાડવા, ગાઠીયા ) ના ફ્રુડ પેકિંગ વિતરણ માટે કર્યા છે. યુવાનો અને વડિલોની આવી મહેનત જોઈને ગૃહિણીઅો કેમ પાછળ રહે તે પણ અેક માઁ હોવાના નાતે ગૃહિણીઅોઅે તેમનો સમય કાઢીને થેપલા, પરોઠા જેવી ખાધ્ય સામગ્રી તેમજ પોતાના પટારા (કબાટ) ખોલીને પહેરવા અોઢવા માટે સાડી, ચણીયા, બ્લાઉઝ તેમજ નાના બાળકોના કપડા નિસંકોચપણે આપવામાં આવ્યા હતા. તેમજ ૩૦,૦૦૦ હજારના નવા કપડાની ખરીદી કરવામાં આવી હતી.
યુવાનો દ્વારા બનાવવામાં આવેલ મોતીયા લાડવા, ગાંઠીયા, પરોઠાના આશરે ૩૫૦૦ ફ્રૂડ પેકિંગ તૈયાર કરી પુરગ્રસ્ત લોકોને તા.૩૦/૭/૨૦૧૭ ના રોજ રવીવારે પહોચતા કરવામાં આવનાર છે.
ખાસ તો આ બાબતે દાતાઅોશ્રીના નામ નોંધ્યા વિના જ ઉદાર હાથે ફાળો તેમજ પહેરવા કપડાઅોની સરવાણી વહી હતી.

રાહત સામગ્રી
Comments
Loading...
WhatsApp chat