ટંકારાના સેવાભાવીઓની નોંધ 400 કીમી દૂર બેઠેલા તંત્રએ નોંધ લીધી

રાજ્યના વિવિધ વિસ્તારમાં અતિવૃષ્ટિ પડવાને કારણે ભારે પૂર આવ્યું હતું, જેના કારણે મોટા પાયે તારાજી થઈ હતી. ક્યાંક ક્યાંક તો જીવન નિર્વાહ માટે મુશ્કેલી ઉભી થઇ હતી. જેની જાણ ટંકારાના સેવાભાવી બિપિન પ્રજાપતિ, ટીનાભાઈ કક્કડ, વીનેશ નમેરા, પરેશ લોહાણા અને મોહન ચૌહાણ સહિતનાઓને થતા તેઓએ તેલ, મરચું, હૃદર, ડુંગળી, બટેટા, બાક્સ, કપડાં, ઘુસાની કીટ તૈયાર કરીને 400 કીમી દૂર રાજસ્થાન બોર્ડર પાસે આવેલા ધાનેરાના અંતરિયાળ ગામોમાં પહોંચાડી હતી. તેમજ રાજસ્થાનના રાણીવાળા ગામથી 10 કીમી બોર્ડર પર આવેલા એટાગામમાં સહાય કરતા લોકોને થોડી રાહત મળી હતી. જેની નોંધ બનાસકાંઠા કલેકટર દિલીપ રાણાએ લીધી હતી અને આભાર વ્યક્ત કર્યો હતો.

Comments
Loading...
WhatsApp chat