



મળતી વિગત મુજબ ટંકારા શહેર ને ગત રાત્રે તસ્કરોએ નિશાન બનાવી લતીપર ચોકડી નજીકની સાત દુકાનના શટર ઉચકી રોકડ રકમ સહીતની ચોરી કરી તોડ ફોડ કરી હતી.તસ્કરોએ ટંકારાના લતીપર ચોકડી પાસે દયાનંદ હોસ્પિટલ નીચે આવેલી રાધે ઈલેક્ટ્રોનિક, ધરતી બસ, પાટીદાર હાર્ડવેર, ધ્યાની ફિજીયો થેરાપી,બાલાજી કન્સ્ટ્રક્શન અને લક્ષ્મી નારાયણ મોબાઇલ સહિત સાત દુકાનના શટર ઉચાકીય હતા.જોકે આ અંગે વેપારી પાસેથી મળતી વિગતો મુજબ તસ્કરોના હાથમાં વધુ રકમ તો નથી લાગી પંરતુ તોડફોડ અને મોબાઇલ ફોન સહીત ની પરચુરણ ની ચોરી થઈ છે.આજે રવિવાર આને સાતમ આઠમ ના તહેવાર શરૂ થતા હોય વેપારી દુકાનો બંધ રાખી વતન ગયા હતા પરંતુ આ સમાચાર મળતાં ટંકારા દોડી આવ્યા હતા. ચોરે પણ પોલીસ ને પડકાર ફેંક્યો હોય તેમ રોડ ની બાજુમાં આવેલી દુકાનો તોડી પેટ્રોલીંગની પોલ ખોલી નાખી છે હવે જોવુ એ છે કે દયાનંદ હોસ્પિટલના સીસી ટીવી કેમેરામા તસ્કરો કેદ થયા છે કે કેમ.

