



મોરબી જીલ્લામાં અતિવૃષ્ટિના સમય દરમિયાન ટંકારા તાલુકાના ગામોમાં તારાજી થયેલ વિસ્તારની કોંગ્રેસના અગ્રણી દ્વારા મુલાકાત લેવામાં આવી હતી.જેમાં પુર અછતગ્રસ્ત લોકો માટે ૫૦૦ જેટલા ફૂડ પેકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.જો કે અછતગ્રસ્ત લોકો હાજર ન હતા તેથી કોંગ્રેસ અગ્રણીઓએ ટંકારા મામલતદારને જરૂરીયાત મંદ લોકોને વિતરણ માટે ફૂડ પેક્ટ આપી દેવામાં આવ્યા હતા.જેમાં કોંગ્રેસ અગ્રણી મહેશ રાજકોટિયા,મુકેશ ગામી,તાલુકા પંચાયતના સભ્ય ભૂપત ગોધાણી સહિતના અગ્રણીઓએ પુર ગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી હતી.

