


ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની સુચના અનુસાર ટંકારા તાલુકા કોંગ્રેસ દ્વારા બનાસકાંઠા મા રાહુલ ગાંધી ઉપરના હિચકારા હુમલા ના વિરોધ મા વિરોધ પ્રદર્શન કરવા માટે ટંકારા ચોકડી ખાતે કોંગ્રેસી આગેવાનોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શનમાં કર્યું હતું અને ટંકારા કોંગ્રેસ અગ્રણી મહેશ રાજકોટિયા,યુવા કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા સહિત ૨૩ લોકોની અટકાયત કરીને તેને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. કોંગ્રેસી કાર્યકરોએ ઉગ્ર સુત્રોચ્ચાર કરીને ભાજપે લોકશાહીનું ચીર હરણ કર્યું હોવાના આક્ષેપો પણ કર્યા હતા.