



રાજકોટના સાંસદ મોહનભાઈ કુંડારિયાનાં માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકા ભાજપ દ્વારા રાધનપુર વિસ્તારના પુરપિડીતોને સહાય કીટ વિતરણ કર્યું હતું.જેમાં ટંકારા તાલુકા ભાજપ મહામંત્રી કિરીટ અંદરપા,પ્રભુલાલ કામરીયા,ભવાનભાઈ ભાગ્યા,હરેશભાઈ ઘોડાસરા,પ્રવીણભાઈ લો,સંજયભાઈ ભાગ્યા અને ટંકારા તાલુકા ભાજપની ટીમ રાધનપુર જીલ્લાના સુઈ અને દુધવા ગામે ૧૦૦ કીટ વિતરણ કરી હતી.કીટમાં ઘરવખરીના વાસણ અને અનાજ સહિતની વસ્તુઓનો મળીને ૩૭૦૦ રૂ.ની કીમતની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

