



આજ રોજ હળવદના ગોલાસણ ગામ ખાતે આધેડ ભરવાડના શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં હાજરી આપવા ટંકારા અને મોરબી થી મોટી સંખ્યામાં ભરવાડ સમાજના લોકો ગોલાસણ ગામે જવા રવાના થયા છે.જેને ધ્યાનમાં લઈને ટંકારા પી.એસ.આઈ.બી.ડી.ગોસ્વામી તથા પોલીસ દ્વારા કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઈકાલ રાત્રીથી જ ટંકારામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.તેમજ જેટલા વાહનો જવાના છે તેના વાહન નંબરની પણ નોધણી કરવામાં આવી હતી.,

