ટંકારાને વરસાદે ધમરોળ્યું,બીપીન પ્રજાપતિ લોકની મદદે

મોરબી  જીલ્લામાં વરસાદે બીજી ઈનીગમાં શરુ કરતા ચારેકોર પાણી – પાણી થઈ ગયું છે. જેનાં લીધે ટંકારા સહિત મોરબી જિલ્લાનાં અનેક વિસ્તારોમાં કેટલીક જગ્યાએ તો ભયજનક સ્થિતિ ઉત્પન્ન થઈ ગઈ છે. ટંકારાના મિતાણા,હરબટીયાળી,ભૂતકોટડા સહિત ૧૫ ગામડામા આભ ફાટ્યું હતું.જેમાં ત્રણ કલાકમા ૧૨ ઈંચ ખાબકતા ગામમાં પુર જેવી સ્થિતિ ઉત્પન્ન થઇ છે અને ગામોમાં કેડ સમાણા પાણી ભરાય જતા ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા એવામાં ટંકારાના બીપીન પ્રજાપતિ લોકોને મદદે દોડી ગયા હતા અને લોકોને પાણી માંથી બહાર કાઢીને યોગ્ય સલામત સ્થળે પહોચાડ્યા હતા.

 

Comments
Loading...
WhatsApp chat