ટંકારા તાલુકા બક્ષીપંચ મોરચના પ્રમુખ તરીકે બીપીન પ્રજાપતિની વરણી


મોરબી જીલ્લા પ્રમુખ રાધવજીભાઇ ગડારાના માર્ગદર્શનમાં હેઠળ ટંકારા તાલુકા પ્રમુખ પ્રવીણભાઈ તથા જીલ્લા યુવા ભાજપ મહામંત્રી કિરીટભાઈ અંદરયા,પ્રભુભાઈ કામરીયા,ભાવનભાઈ ભાગીયાની વિચાર વિમર્સ કરીને સાંસદ મોહનભાઈની આગેવાનીમાં ટંકારા તાલુકાની બક્ષીપંચ મોરચાના પ્રમુખ પદે બીપીનભાઈ પ્રજાપતી અને મહામંત્રી તરીકે ધેલાભાઈ ફાંગલીયાની નિયુક્તિ કરવામાં આવી છે.આ શુભ પ્રસંગે ટંકારાના ધારાસભ્ય બાવનજીભાઈ મેતલિયા,જીલ્લા ભાજપ ઉપપ્રમુખ હરેશભાઈ ધોદાસરા,સંજય ભાગીયા તથા સંજય કલોલા અને યુવા ભાજપે શુભેચ્છા પાઠવી હતી.