Billboard ad 1150*250

તહેવારના સપરમાં દિવસોમાં મોરબી-ટંકારા અને માળિયામાં અકસ્માતો, બેના મોત

0 102
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીમાં સાતમ આઠમના સપરમાં દિવસોમાં ત્રણ અકસ્માત, બેના મોત

Post ad 3

મોરબી નજીક તેમજ ટંકારા હાઈવ પર સર્જાયા અકસ્માતો

        મોરબી પંથકમાં સાતમ આઠમના સપરમાં દિવસોમાં પણ અકસ્માતોનો સિલસિલો જોવા મળ્યો હતો જેમાં ટંકારા નજીક તેમજ સોખડા પાસે સર્જાયેલા બે અકસ્માતોમાં બે યુવાનના મોત થયા છે

        ટંકારાના બારનાલા નજીક શુક્રવારે સાંજના સુમારે બે ટ્રક અથડાયા બાદ કાર પણ અથડાઈ હતી અને ત્રિપલ અકસ્માત સર્જાતા કારમાં સવાર મેરૂબેન નામની મહિલાનું મોત થયું હતું પરિવાર આમરણથી રાજકોટ તરફ જતો હોવાનું જાણવા મળ્યું છે જયારે બીજા અકસ્માતના બનાવમાં મોરબીના કેરાળા ગામથી માળિયા રોડ પરની હોટલમાં ચા નાસ્તો કરવા મિત્રો અર્તીકા કારમાં જઈને પરત ફરતા હોય ત્યારે સોખડા ગામ પાસે કાર પલટી જતા કારમાં સવાર યુવાન સાવન ભરતભાઈ સીતાપરા રહે હરીપર કેરાળા નામના યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું છે જયારે કારમાં સવાર અન્ય યુવાનો અભી મુકેશ ચારોલા, સચિન જીતેન્દ્ર ક્લાવાડીયા, કેવળ જીતેન્દ્ર સીતાપરા અને અજય કેશવજી વીરપડીયા સહિતના યુવાનોને ઈજા પહોંચી છે

        જયારે ત્રીજો અકસ્માત માળિયા હાઈવે પર સર્જાયો હતો જેમાં ફરિયાદી રણજીત નરસંગભાઈ વીરડા રહે સોનગઢ તા માળિયા વાળાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ટ્રક નં આર જે ૨૭ જીએ ૫૪૫૪ ના ચાલકે ટ્રક પુરઝડપે ચલાવી ફરિયાદીની કાર નં જીજે ૩૬ એફ ૭૨૭૦ તથા અન્ય મોટરસાયકલ નં જીજે ૩૬ પી ૦૯૨૦ ને ઠોકર મારી ફરિયાદી તથા મોટરસાયકલ ચાલકને ઈજા પહોંચાડી છે પોલીસે ત્રિપલ અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે

Comments
Loading...
Share This
WhatsApp chat