ટંકારામાં ક્ષત્રિય સમાજ દ્વારા સુવર્ણ જ્ઞાતિને અનામત મુદે થતા અન્યાય મુદેમામલતદારને રજૂઆત

ટંકારામાં સવર્ણ જ્ઞાતિને થતો અન્યાય દૂર કરવા ક્ષત્રિય સમાજે સહી ઝૂબેશ ચલાવી આ બાબતે ટંકારા મામલતદારને આવેદન પાઠવ્યું હતું.જેમાં સરકારની હાલની “મારું મારા બાપનું અને તારું મારું સહિયારું” નીતિનો વિરોધ કરવામાં આવ્યો છે.

સરકારની અનામત નીતિમાં બિન અનામતના બાળકો સાથે  હળાહળ અન્યાય કરવામાં આવી રહ્યો છે.આ મુદે ટંકારા ક્ષત્રિય સમાજ હવે આ સરકારની બેવડી નીતિના વિરોધમાં ઊભું થયું છે. દરબાર સમાજે અનામતના મુદ્દે અન્યાયને કેમ સાખી લેવાય તે માટે ગામડે ગામડે સહી ઝૂબેશ કરી ગઈ કાલે અંદાજે પાંચેક હજાર સહી સાથેનું એક આવેદન ૭૦ જેટલા સમાજના આગેવાનો દ્વારા મામલતદારને આવેદન પાઠવ્યું હતું. તેમજ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીને પણ આ આવેદન મોકલવામાં આવ્યું હતું. આમ ગુજરાતભરમાં અનામતની માંગને મજબૂત કરાશે. આવેદન પત્રમાં અનામતનીતિના અર્થઘટન પ્રમાણે મિનિમમ ગેરેટી હોવી જોઈએ અને નિરાધાર વિધવા સહાય જે હજારની જગ્યાએ ૫૦૦૦ કરવા અને અન્ય સેવકોના માનદ વેતનમાં વેતનમાં વધારો કરવો જણાવવામાં આવ્યું છે

 

Comments
Loading...
WhatsApp chat