ટંકારા-અમરાપર વચ્ચે એસ.ટી બસો બંધ

બસો બંધ કરતા વિધાર્થીઓને અભ્યાસ માટે ટંકારા જવામાં ભારે મુશ્કેલી

ટંકારા તાલુકાના અમરાપર  નજીક  નાના મોટા વીસ ચેક ડેમો આવેલ છે  જે ભારે વરસાદના કારણે તૂટી ગયા છે તથા ડેમ તૂટતા  પાણી ખેતરો માં ફરી વળ્યા હતા. તેમજ અમરાપર વાંકાનેર રોડ પર પણ નદી ભરાય હોય તેવું દર્શય જોવા મળ્યું હતું અને જયારે મફતિયા પરામાં પાંચેક ફૂટ પાણી ભરાયા હતા તેથી  લોકો ની ઘર વખરી પાણીમાં પલળી ગઈ હતી તેમજ પ્રાથમિક શાળાનાં કમ્પાઉન્ડની વોલ તૂટી પડી હતી. જયારે અમરાપર થી ટંકારા ખાતે સીતેર થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. વાંકાનેર ડેપો દ્વારા સવારમાં ચાલતી વાંકાનેર-જામનગર,બપોરે ચાલતી વાંકાનેર- ટંકારાની બસો બંધ કરવામાં આવી છે.પરિણામે વિદ્યાર્થીઓને ટંકારા જવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે જેથી  વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે છે.આ બાબતે સરપંચ બાદી રસુલભાઈ તથા માજી સરપંચ હુસેનભાઈએ મામલતદારને રજૂઆત કરી છે કે ખેડૂતોને લાખો રૂપિયાની નુકસાની થયેલ હોવાથી તાત્કાલિક વળતર આપવામાં આવે.

 

Comments
Loading...
WhatsApp chat