



હાલ સમગ્ર રાજ્યના સ્વાઇન ફ્લુએ કહેર વરતાવી જનજીવન પર જમાવેલી ધાક સામે ગામડાની પ્રજાને આગોતરું રક્ષણ આપવાના ઉદેશ સાથે ટંકારા તાલુકાના અમરાપર ગામના પ્રાથમિકશાળાના શિક્ષકોએ પોતાની ફરજના ગામડાની અને શાળાના ભૂલકાઓના સ્વાસ્થ્યની ચિંતા કરી તન,મન અને ગાંઠનું ધન ખર્ચ કરીને કુદરતી વનસ્પતિરૂપી ઔષધીઓ એકઠી કરીને ગામડામાં જાતે ઉકાળો બનાવી ગામઠીપ્રજાને પોતાના હાથે ઉકાળો પીવડાવ્યો હતો.
અમરાપરનાં પ્રાથમિક શિક્ષકોએ પોતાની કર્મભૂમિના ગામડાના સમગ્ર પ્રજાજનો અને શાળામાં ભણતા ધોરણ ૧ થી ૮ના ૨૦૦ થી વધુ ભૂલકાઓના સ્વાસ્થ્યની ચિંતા કરી સ્વાઇન ફ્લુ જેવા જીવલેણ રોગ સામે ગામડાના નાગરિકોને રક્ષણ આપવા માટે જાતે કુદરતી વનસ્પતિરૂપી ગળો,અરડૂસી,તુલસી,ત્રિફલા જેવી ઔષધીઓનું દવણ ગાંઠના નાણા ખર્ચીને ઉકાળો તૈયાર કર્યો હતો.

