ટંકારામાં ૨ કલાકમાં વધુ ૯ ઇંચ વરસાદ ખાબક્યો

ડેમી-૨ના ૧૦ દરવાજા ૮ ફૂટ ખોલાયા

ટંકારા પંથકમાં મેધરાજાએ મજા મૂકી છે સવારના ૭ વાગ્યા થી સાંજના ૮ વાગ્યા સુધીમાં ૧૨ ઈચ વરસાદ ખાબકતા આભ તૂટ્યા જેવી પરિસ્થિતિ ઉત્ત્પન થઈ છે, ત્યારે સાંજના ૬ થી ૮ એમ બને કલાક દરમિયાન ૯ ઇંચ વરસાદ વરસતા ટંકારા પાણી-પાણી થયું છે. તેમજ ભારે વરસાદના પગલે ટંકારામાં મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો જેથી ગ્રામજનો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને મામલતદાર કચેરી સહિતની કચેરીઓમાં પાણી ભરાયા છે.ટંકારામાં અતિભારે વરસાદ હોવાથી રોડ પર ચાલતા વાહન ચાલકોને રસ્તા પર કઈ દેખાતું ણ હોવાથી સાઈડમાં ઉભા રહેવાની ફરજ પડી છે.ટંકારામાં અતિભારે વરસાદના પગલે તંત્ર દ્વારા રાહત કામગીરી શરુ કરવામાં આવી છે અને નીચાણવાળા વિસ્તારના લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.ભારે વરસાદના લીધે ડેમી-૨ ડેમ ઓવરફલો થતા ૧૦ દરવાજા ૮ ફૂટ સુધીખોલવામાં આવ્યા.

Comments
Loading...
WhatsApp chat