

તાજેતરમાં ટંકારામાં ૪ કલાકમાં ૧૨ ઇંચ જેટલો ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારોમાં તારાજી સર્જાય હતી.આવા વિકટ પરિસ્થિતિમાં ટંકારાના અગ્રણી બીપીન પ્રજાપતિએ આ સ્થિતિની જાણ કલેકટરને કરી હતી જે બાબતે ભારે પૂરમાં ૧૧ લોકોને જીવના જોખમે બચાવ્યા હતા.આ બાબતની નોંધ રાજ્ય સરકારે લીધી હતી.જેના અનુસંધાને આજ આજ રોજ મોરબી જીલ્લા કક્ષાની ઉજવણી નિમિતે રાજ્યના સંસદીય સચિવ બાબુભાઈ પટેલ અને જીલ્લા કલેકટર આઈ.કે.પટેલ તથા જીલ્લા પોલીસવડા જયપાલસિંહ રાઠોડની હાજરીમાં બીપીન પ્રજાપતિનું સન્માન કરવામાં આવ્યું