



આર્યસમાજની સ્થાપના સ્વામી દયાનંદ સરસ્વતીએ કરી છે. જેમાં વેદ પ્રચાર અને આપણી સંસ્કૃતિના જતન વિશેના કાર્યો કર્યા હતા. ટંકારામાં આર્યસમાજ દ્વારા વરસોથી વેદ પ્રચાર અભિયાન ચલાવવામાં આવે છે. ગ્રામજનો માટે યજ્ઞ, હવન અને સત્સંગના માધ્યમથી શરૂઆત કરવામાં આવી છે. ટંકારામાં 3 મહિના સુધી અલગ અલગ વિસ્તારોમાં ઘરે ઘરે યજ્ઞ તથા સત્સંગ કરવામાં આવશે. 150 જેટલા પરિવારોને ત્યાં યજ્ઞ કરી લોકોને ઈશ્વર, જીવ, પ્રકૃતિ, મનુષ્યના કર્તવ્યો, અંધશ્રદ્ધા, યોગ, વેદ વગેરે વિષયો પર પ્રવચન આપવામાં આવશે. યજ્ઞ કરવાથી આત્મા, શરીર, પર્યાવરણ, હવા, જળ વગેરેની શુદ્ધિ થાય છે, જે જીવસૃષ્ટિ માટે લાભદાયી નીવડે છે.

