

રાજ્ય સરકાર દ્વારા આયોજિત મોરબી તાલુકા કક્ષાનો યુવા ઉત્સવ મોરબીની સાર્થક વિદ્યા મંદિરમાં યોજાઈ ગયો. જેમાં મોરબીના અનેક વિદ્યાર્થીઓ અને યુવાનોએ ભાગ લીધો. અશ્વિનભાઈ બરાસરા, કવિ જલરૂપ અને હેતલબેન જાદવ નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા. જેમાં જુદી જુદી સ્પર્ધાઓમાં વિજેતા તરીકે જાહેર થયેલ પાદર્પુતી લેખન (બ)માં જનાદન દવે, દુહા-છંદ,ચોપાઈ (બ)માં ગઢવી સીધ્ધદાન, લોકવાર્તા માં ગઢવી આનદભાઈ , ભજનમાં વ્યાસ પુની , હળવું કંઠન સંગીત (અ)માં શુકલ હર્ષિત ,વકતૃત્વ સ્પર્ધામાં (અ)માં બરાસરા રવિ અને (બ)માં માનસેતા નીરવ ,ગઝલ સાપરી લેખન (બ)માં જર્નાદન દવે ,કાવ્ય લેખન (બ)માં જર્નાદન દવે , તબલા માં અઘારા વિવેક ,હારમોનિયમ હળવું (અ) માં દવે રવિકુમાર , એકપાત્રીય અભિનય (અ)માં પંડ્યા પાયલ , ચિત્રકલા (અ)ઘુમલ જલ્પા ,નિબંધ લેખન (અ)માં બારહર નિનાદ અને (બ)માં માનસેતા નીરવ દરેક વિજેતાઓને શુભેચ્છા પાઠવવામાં આવી. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સુબોધભાઈ બારૈયા અને સાહિત્ય સ્પંદન પરિવારના સભ્યોએ જહેમત ઉઠાવી હતી.