



મોરબી તાલુકા યુવા ભાજપ અગ્રણી જતિન ફૂલતરીયાનો આજે જન્મદિવસ છે ત્યારે ભાજપના હોદેદારો અને તેમના સાથી કાર્યકરો જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે.
મોરબી તાલુકા યુવા ભાજપ સંગઠન મંત્રી જતિન ફૂલતરીયાનો જન્મ તા. ૨૮-૦૭ ના રોજ થયો હોય, યુવા વયથી જ તેઓ ભાજપમાં સક્રિય બનીને વિવિધ કાર્યો કરી રહ્યા છે હાલ તેઓ મોરબી તાલુકા યુવા ભાજપ સંગઠન મંત્રીની જવાબદારીનું વહન કરી રહ્યા છે આજે તેમના જન્મદિવસ પ્રસંગે તાલુકા યુવા ભાજપ ટીમ, જીલ્લા ભાજપના હોદેદારો અને કાર્યકરો તેમજ તેમનો પરિવાર-મિત્રો અને સ્નેહીઓ જન્મદિવસની શુભકામનાઓ પાઠવી રહ્યા છે તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર અભિનંદનનો ધોધ વરસી રહ્યો છે



