Billboard ad 1150*250

મોરબી તાલુકા સેવાસદન જર્જરિત હાલતમાં, બિલ્ડીંગમાં તિરાડો દેખાઈ

0 68
Post ad 1

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

Post ad 2

સામાજિક કાર્યકરોએ આર એન્ડ બી વિભાગને કરી રજૂઆત

        મોરબી તાલુકા સેવા સદન જર્જરિત બન્યું છે અને બિલ્ડીંગમાં અનેક સ્થળે તિરાડો દેખાઈ રહી છે સેવાસદનમાં હજારો કર્મચારીઓ કામ કરતા હોય તેમજ અરજદારો મોટી સંખ્યામાં આવતા હોય જેથી કોઈ દુર્ઘટના સર્જાય તે પૂર્વે મરમ્મત કરવામાં આવે તેવી માંગ કરી છે

        મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, જીજ્ઞેશ પંડ્યા અને મુશાભાઈ બલોચ દ્વારા આર એન્ડ બી વિભાગ મોરબીને કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે મોરબી તાલુકા સેવાસદન છેલ્લા ૧૬ વર્ષથી કાર્યરત છે અને રોજ ૨૦૦૦ લોકો કામકાજ અર્થે આવે છે અને મોટી સંખ્યામાં કર્મચારીઓ પણ અહી ફરજ બજાવી રહ્યા છે ત્યારે સેવાસદનના બિલ્ડીંગમાં તિરાડો જોવા મળી રહી છે અને દીવાલમાં સળિયા બહાર દેખાવા લાગ્યા છે તમજ ચોમાસામાં પાણી પણ અનેક સ્થળે પડે છે જેથી સરકારી કર્મચારીઓ અને અરજદારો ભય અનુભવે છે ક્યારેય કોઈ દુર્ઘટના સર્જાય તો નિર્દોષ લોકોનો ભોગ લેવાય જાય તે પૂર્વે તંત્ર જાગે અને તાત્કાલિક સમારકામ કરવામાં આવે તેવી માંગ કરી છે તેમજ જો તંત્ર આ બાબતને ગંભીરતાથી ના લે તો ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવશે તેમ પણ જણાવ્યું છે

Post ad 3
Comments
Loading...
Share This
WhatsApp chat