


મોરબી તાલુકના ઘૂટું ગામે થોડા સમય પેહલા ડી.જી.વિજલન્સે જુગાર ધામ પર દરોડો પાડ્યો હતો જેમાં સ્થાનિક પોલીસ અંધારમાં રહી હતી જેથી સ્થાનિક પોલીસ સામે ઘણા સવાલો ઉભા થયા હતા જેમાં થોડા સમય પેહલા તાલુકા પોલીસ ના ૩ પોલીસ કર્મીઓને જિલા પોલીસ વડા દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને આજે જિલા પોલીસ વડા જયપાલસિંહ રાઠોર દ્વારા તાલુકા પોલીસ psi જી.આર.ગઢવી ને ફરજમાં બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને તેમનો ચાર્જ sog ના પી.એસ.આઈ આર.ટી.વ્યાસ ને સોપવમાં આવ્યો છે

