મોરબી તાલુકા પોલીસની જુગારીઓ પર ઘોસ, બે દરોડામાં ૧૨ પત્તાપ્રેમીઓ ઝડપાયા

મોરબી પંથકમાં ઠેર ઠેર જુગારના હાટડાઓ ધમધમતા હોય જેથી તાલુકા પોલીસ સતત દરોડા કરી રહી છે જેમાં વધુ બે સ્થળે દરોડા કરીને ૧૨ જુગારીઓને દબોચી લેવામાં આવ્યા છે અને કુલ ૧.૨૭ લાખનો મુદામાલ જપ્ત કરાયો છે.

મોરબી જીલ્લા ઇન્ચાર્જ એસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલ અને આર.એ. જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી માળિયા હાઈવે પરની આઈ માતા હોટલ સામેના ખુલ્લા પટમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે દરોડો કરતા જુગાર રમતા ભાવેશ ઉર્ફે મુન્નાભાઈ પરબતભાઈ ધ્રાંગા, રમેશ નરસંગભાઈ બાલાસરા, વાલ્મ્જીભાઈ ઉકાભાઈ સંઘાણી, પ્રશાંત પ્રભાતભાઈ ધ્રાંગા, ભાનુભાઈ જશભાઈ રાઠોડ એ પાંચ જુગારીઓને ઝડપી લઈને ૧,૦૭,૦૦૦ ની રોકડ જપ્ત કરી છે

જયારે અન્ય દરોડામાં મોરબી વાંકાનેર હાઈવે પરના ગોકુલનગર નજીક એક્સેલ સિરામિક બહાર જાહેરમાં જુગાર અંગે બાતમીને પગલે દરોડો કરતા આરોપી રામભાઈ પાંચાભાઈ ભૂતિયા, ઈશ્વરભાઈ પોપટભાઈ બદરકિયા, લાલજીભાઈ શીવાભાઈ મકવાણા, રાજુભાઈ સવાભાઇ બાવરવા, ભરતભાઈ પ્રવીણભાઈ ચાંડ્યા, નીતુરાજ જેરામરાજ રાજપૂત અને તીકુરામ ધનીરામ ગૌધીરાજપૂત એમ સાતને ઝડપી લઈને રોકડ રકમ ૨૦,૯૩૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

તાલુકા પોલીસ પીએસઆઈ એસ.એ.ગોહિલ, પીએસઆઈ આર.એ.જાડેજા, એમ.સી. જાડેજા, જુવાનસિંહ ઝાલા, દિનેશભાઈ બાવળીયા, અમિતભાઈ પટેલ, ઉજવલદાન ગઢવી, શક્તિસિંહ જાડેજા, કિર્તીસિંહ જાડેજા સહિતના સ્ટાફે જુગાર દરોડા કામગીરી કરી છે

Comments
Loading...
WhatsApp chat