


મોરબી પંથકમાં દેશી વિદેશી દારૂનું વેચાણ રોકવા તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન દારૂની હેરાફેરી કરતા બે ઇસમોને કાર અને બાઈક સહિતના મુદામાલ સાથે ઝડપી લઈને દારૂનો જથ્થો જપ્ત કર્યો છે
મોરબી તાલુકા પીએસઆઈ એસ.એ. ગોહિલની આગેવાની હેઠળની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે વિદેશી દારૂની હેરાફેરી થવા અંગે મળેલી બાતમીને આધારે પોલીસે વોચ ગોઠવતા બાઈક જીજે ૩૬ એચ ૫૨૬૩ અને કાર નં જીજે ૦૫૪ સીબી ૭૭૨૧ કીમત ૧ લાખ વાળીમાં વિદેશી દારૂની ૮૦ બોટલ કીમાત રૂ ૨૪,૦૦૦ મળી આવતા વિદેશી દારૂનો જથ્થો, કાર અને બાઈક સહીત ૧,૭૪,૦૦૦ નો મુદામાલ ઝડપી લઈને આરોપી મયુર દિલીપ ફૂલતરીયા રહે ઘૂટું અને સતીશ દેવાભાઈ ગોલતર રહે. ચૂલીગામ તા. હળવદ એ બંને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે