મોરબી તાલુકા પોલીસે કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એકને ઝડપ્યો

      મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમીને આધારે મકનસર નજીક સરતાનપર રોડ પરના જલારામ નળિયા કારખાના પાસેથી પસાર થતી હુન્ડાઈ એસન્ટ કાર નં જીજે ૦૩ ઇસી ૧૧૪૬ ને આંતરી તલાશી લોએતા કારમાંથી ૩૦૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૬૦૦૦ નો મળી આવતા કાર માં સવાર વનરાજભાઈ ધીરૂભાઈ વીકમાં (ઉ.વ.૩૩) રહે હાલ રાજકોટ મૂળ ચોટીલા વાળાને ઝડપી લઈને કાર તેમજ દારૂ સહીત ૧.૩૧ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે જયારે આરોપી વાલજી ભીખાભાઈ ભરવાડ રહે મકનસર નજીક વાળાનું નામ ખુલતા તેને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે

Comments
Loading...
WhatsApp chat