મોરબી તાલુકા પોલીસે ચોરાઉ બાઈક સાથે બે ઇસમોને દબોચી લીધા

પોકેટ કોપ એપ્લીકેશન પોલીસ માટે ઉપયોગી સાબિત થઇ

મોરબી પંથકમાં વધતા જતા ચોરીના બનાવોના ગુન્હાના ભેદ ઉકેલવા માટે તાલુકા પોલીસની ટીમ કાર્યરત હોય દરમિયાન પોકેટ કોપ એપ્લીકેશનની મદદથી ચોરાઉ બાઈક સાથે બે આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે.

મોરબી જીલ્લા પોલીસવડા ડો. કરનરાજ વાઘેલાની સુચનાથી ડીવાયએસપી બન્નો જોષીના માર્ગદર્શન હેઠળ વાહનચોરીના ગુન્હાના ભેદ ઉકેલવા તાલુકા પીએસઆઈ એસ.એ.ગોહિલની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન લાલપર ગામ નજીકથી નંબર પ્લેટ વગર ડબલ સવારીમાં નીકળેલા શંકાસ્પદ ઇસમોને આંતરી પૂછપરછ કરતા આરોપી રાજદીપભાઈ ગિરધારભાઈ લગધીરયા જાતે બારોટ રહે. કુબેરનગર મોરબી અને રૂપેશભાઈ બટુકભાઈ ઠાકર રહે. મોરબીવાળા હોવાનું જાણવા મળ્યું હતું

તેમજ બાઈક ચોરીનું હોવાની શંકા સાથે પોકેટ કોપ એપ્લીકેશનમાં “ACC– USED SEARCH” ઓપ્શનમાં જઈ રાજદીપભાઈનું નામ લખી સર્ચ કરતા અગાઉ બંને આરોપીએ અન્ય મિત્ર ઋષિરાજસિંહ જાડેજા સાથે હથિયાર પિસ્તલ રાખી તેમજ મરચા પાવડર સાથે લૂંટનો પ્લાન ઘડ્યો હતો પરંતુ આરોપીઓ ઝડપાઈ ગયા હતા અને આરોપી પાસેથી ચોરાઉ બાઈક રીકવર કરી બાઈક ચોરીના ગુન્હાનો ભેદ ઉકેલી નાખ્યો છે.

Comments
Loading...
WhatsApp chat