Billboard ad 1150*250

મોરબી તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રંગપર ખાતે કરવામાં આવી

0 91
Post ad 1

મોરબી તાલુકાની તાલુકા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણી રંગપર ગામે રંગપર પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય મહેમાન તરીકે મામલતદાર ડી.જે.જાડેજા તેમજ તાલુકા વિકાસ અધિકારી ગોહેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ તકે જિલ્લા કચેરી તરફથી ગામના વિકાસ માટે રૂપિયા પાંચ લાખનો ચેક મામલતદાર હસ્તે ગામના સરપંચને આપવામાં આવ્યો હતો. ધ્વજારોહણ બાદ સાંસ્કૃતિક કાર્યક્રમમા રંગપરની પ્રાથમિક અને માધ્યમિક શાળાના બાળકો દ્વારા દેશભક્તિના અભિનય ગીતો તેમજ સર્વધર્મ સમભાવ વિશેનું નાટક રજૂ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ, ગ્રામજનો અને વાલીઓ ઉપસ્થિત રહયા હતા.

Post ad 3

તેમજ તમામ મહેમાનો, ગ્રામજનો, ઉધોગકારો, સરપંચ તથા શાળાના સ્ટાફ પરિવાર તરફથી ૯૨,૦૦૦ રૂપિયાનો ફાળો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે એકઠો કરી આપવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક કાર્યક્રમમાં કૃતિ રજુ કરનાર દરેક બાળકોને ગામના સરપંચ તરફથી સ્કૂલ-બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં હસુભાઈ સોરીયાની ખાસ ઉપસ્થિતિમાં મામલતદાર જાડેજા ધ્વજવંદન યોજાયુ હતુ. તાલુકા પી.એસ.આઈ. એમ.વી.પટેલ, મામલતદાર કચેરીનો સ્ટાફ તેમજ તાલુકા પોલીસ સ્ટાફની હાજરીમાં સફળ કાર્યક્રમ માટે રંગપર ગામના મહેન્દ્રસિંહ દિગુભા ઝાલા સહિતના યુવા ટીમના મેમ્બરોને સહુએ બિરદાવ્યા હતા.

Post ad 2

Post ad 4
Comments
Loading...
Share This
WhatsApp chat