



માં જગદંબાની આરાધનાનું પર્વ નવલા નોરતાનો પ્રારંભ થઇ ગયો છે ત્યારે મોરબીમાં પ્રાચીન અને અર્વાચીન રાસ ગરબાની રમઝટ પ્રથમ દિવસથી જ જોવા મળી રહી છે તો અર્વાચીન ગરબાના યુગમાં હજુ મોરબીમાં પ્રાચીન ગરબીનું આકર્ષણ જોવા મળે છે જેમાં મોરબી પોલીસ પરિવાર દ્વારા તાલુકા પોલીસ લાઈનમાં આયોજિત ગરબીમાં નિરાધાર વૃધ્ધોને મહેમાન તરીકે લાવવામાં આવ્યા હતા
પરિવાર દ્વારા તરછોડાયેલા વૃધ્ધોને જીલ્લા પોલીસ પરિવારે ભોજન કરાવીને બાદમાં ગરબીમાં મહેમાન બનાવીને મોજ કરાવી હતી તો નિરાધાર વડીલોએ ગરબીનો આનદ લૂંટ્યો હતો અને પોલીસ પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો પોલીસ પરિવારની બાળાઓએ ગરબે ઘૂમી માં અંબેની આરાધના કરી હતી તો જીલ્લા એસપી ઉપરાંત ડીવાયએસપી, એલસીબી,બી ડીવીઝન અને તાલુકા પોલીસના જવાનો ઉપસ્થિત રહ્યા હતા
જુઓ વિડીયો………….



