



ગુરુપૂર્ણિમાના ઉત્સવ પ્રસંગે દાદાને ભાવવંદના કરવા માટે તથા પૂજનીય દીદીજીનો જન્મદિવસ અને માધવવૃંદના ૨૫માં વર્ષની ઉજવણી કરવા તથા વ્રુક્ષમંદિર દિન અને યુવાદીનના પાંચ ઉત્સવોને ઉજવવા માટે મોરબી માળિયા,વાંકાનેર તથા ટંકારા તાલુકાના સ્વાધ્યાયીઓ વરસાદી માહોલ વચ્ચે મોટી સંખ્યામાં મોરબી રામોજી ફાર્મ ખાતે ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે ભૂલકાઓએ “ક્યારામાં કૃષ્ણને જોયો”ભાવગીત દ્વારા દાદાજીએ સમજાવેલ પ્રકૃતિના પ્રેમ દ્વારા ભાવવંદના કરવામાં આવી હતી.ત્યારબાદ સ્વધ્યાય પરિવારના દંપતીઓએ “નારાયણ ઉપનિષદ”ના મંત્રગાન સાથે તુલસીનું પૂજન કર્યું હતું.તેમજ આ પ્રસંગે યુવાન-યુવતીઓએ તાલ,લય અને શિસ્ત સાથે અલગ-અલગ સ્પોટ પર દાદાજી અને દીદીજીની ભાવવંદના ક્રરી હતી.તેમજ અંતે પૂજનીય દીદીજીએ આ પ્રસંગે દાદાજીએઆપેલ ની:સ્વાર્થ,પ્રેમ અને દૈવી વિચારોનું સ્મરણ કરાવીને છોડમાં રણછોડ ની ભાવના દ્વારા મૂર્તિમાં રહેલા ભગવાનનું વ્યાપક્ત્વ સમજાવ્યું હતું.

