


મોરબી તાલુકાના પાનેલી ગામના રહેવાસી મીનાબેન ગોરધનભાઈ ચાવડા નામની સતવારા પરિણીતાએ આજ પોતાના ઘરે ઝેરી દવા પી જતા તેને સારવાર મળે તે પૂર્વે જ તેનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે પરિણીતાના મૃતદેહને પી.એમ. અર્થે ખસેડીને વધુ તપાસ ચલાવી છે. મૃતક પરિણીતાના પતિ ગોરધનભાઈ ચાવડા ડ્રાઈવિંગનો વ્યવસાય કરતા હોવાનું તેમજ તેને સંતાનમાં એક ૧૬ વર્ષનો દીકરો અને એક દીકરી હોવાનું પોલીસના સુત્રોમાંથી જાણવા મળ્યું છે જોકે આપઘાત કરવાનું કારણ જાણવા મળ્યું નથી. તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી કારણ જાણવા તપાસ ચલાવી છે.

