જીએસટીનો વિરોધ કરતા વેપારી પર દમન ગુજારતી સરકાર સામે મોરબીમાં વિરોધ

સુરતમાં જીએસટીના વિરોધમાં કાપડના વેપારીઓએ બંધ પાળ્યું હતું. જેમાં પોલીસે લાઠીચાર્જ કરતા વેપારીઓમાં નારાજગી જોવા મળી છે. આ બાબતે મોરબી કાપડ મહાજન તથા રેડીમેઈડ ગારમેન્ટ એસોસિએશને વિરોધ કર્યો છે. કાપડ મહાજનના પ્રમુખ જમનાદાસ સહિતના વેપારી મંડળોએ લોકશાહીની સરકારમાં હિટલરશાહી કરતી સરકારને વખોડી છે. ગાંધી ચીંધ્યા માર્ગે લડત કરતા આંદોલનને કચડી નાખી અત્યાચાર ગુજારતા વેપારીઓમાં રોષ જોવા મળ્યો છે.

Comments
Loading...
WhatsApp chat