

મોરબીના મહારાણી સુરજબાના નામે મહારાજાએ રેલવે સ્ટેશન રોડ પર બંધાવેલ બગીચાની મોરબી પાલિકાના સતાધીશોએ વેરવિખેર કરી નાખ્યો છે,એક સમયે મોરબીની શાન ગણાતો સૂરજબાગ હાલ ગંદાપાણીના તળાવ અને ગંદકીથી ખદબદતો ઉકરડો બની ગયો છે.
મોરબીના પ્રજાજનોના હરવા ફરવાના સ્થળ એવા બગીચાઓમાં પણ ગંદકીના ગંજ ખડકાયા છે અને બગીચા ફક્ત નામ પૂરતા જ રહ્યા છે, રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ રાજવી બગીચો ઉકરડો હોય તેવું દર્શય જોવા મળે છે. અહીં બાળકોને હીંચકા લપાસિયા ખાવા તો ઠીક અંદર પ્રવેશવાની પણ મુશ્કેલી છે,કારણ કે અહીં ગંદા પાણીના તળાવો ભરાયા છે. રાજાશાહી સમયમાં બંધાયેલા આ બગીચામાં ફક્ત બહેનો અને બાળકોને જ પ્રવેશ મળતો એથી તદ્દન વિપરીત પરિસ્થિતિમાં હાલ સુરજબાગ આવર તત્વોનો અડ્ડો બની ગયો છે આ સંજોગોમાં પાલિકાના સતાધીશો બગીચાની હાલત સુધારે તેવી લોકમાંગ ઉઠી છે.