


આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા માનવ જાતના લાભ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પેટા થીમ્સ સમાજમાં અંધશ્રદ્ધા વિષય પર જીલ્લા કક્ષાની નાટ્ય સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું
આ સ્પર્ધામાં મોરબીની શ્રી નવનિર્માણ વિધાલયની ટીમે શ્રેષ્ઠ રજૂઆત કરી પ્રથમ સ્થાન તેમજ વાંકાનેરની એલ કે સંઘવી કન્યા વિદ્યાલયની ટીમે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું જે બંને શ્રેષ્ઠ ટીમ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે સ્પર્ધાના મુખ્ય નિર્ણાયક તરીકે એમ પી શેઠ ગર્લ્સ હાઈસ્કૂલ મોરબીના ઉષાબેન જાદવ અને મેઘનાથી એચ એચ પધાર્યા હતા અને શ્રેષ્ઠ માર્ગદર્શન આપ્યું હતું જે બદલ આર્ય ભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્રના એલ એમ ભટ્ટ અને દીપેનભાઈ ભટ્ટે વિજેતા ટીમને અભિનંદન પાઠવી નિર્ણાયકોનો આભાર વ્યકત કર્યો હતો