

મોરબીના નવા બસ સ્ટેન્ડ નજીક આવેલી સુપર માર્કેટ ના પાર્કિંગ ગ્રાઉન્ડમાં અસંખ્ય ફટાકડાના સ્ટોલ નાખવામાં આવ્યા છે ત્યારે આ મામલે સુપર માર્કેટ દુકાન એસો. દ્વારા જીલ્લા કલેકટરને લેખિત આવેદન પાઠવીને જણાવ્યું છે કે મોરબીના સુપરમાર્કેટમાં આમ જનતા અને દુકાનદારો માટે પાર્કિંગની વ્યવસ્થા છે ત્યાં હાલમાં દિવાળીના તહેવાર નિમિતે ફટાકડાના ગેરકાયદેસર સ્ટોલ ઉભા કરેલ છે. ગ્રાઉન્ડમાં મોટરસાયકલ તથા અન્ય વાહનની સગવડતા ના સચવાતા પબ્લિક વાહન રસ્તા પર રાખી રહ્યા છે. ગ્રાઉન્ડમાં ગેરકાયદેસર ફટાકડાના સ્ટોલ હોવાને કારણે અવ્યવસ્થા ઉભી થાય છે. ટ્રાફિક જામ પણ થાય છે. તો વળી ફટાકડાના સ્ટોલને કારણે અકસ્માત કે આગજની થવાની પણ પૂરી સંભાવના રહેલી છે જેથી સુપરમાર્કેટ એસોસીએશન મારફત રજૂઆત કરવામાં આવી છે કે ગ્રાઉન્ડમાં આવેલ ગેરકાયદેસર સ્ટોલ વહેલી તકે હટાવવા કાર્યવાહી કરવામાં આવે જેથી સંભવિત અકસ્માત નિવારી સકાય. જો બે દિવસમાં ગેરકાયદેસર ઉભા કરેલ સ્ટોલ હટાવવામાં નહિ આવે તો સુપર માર્કેટ એસોસીએશન તરફથી ઉગ્ર વિરોધ કરવામાં આવશે જેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી પણ વેપારીઓએ ઉચ્ચારી છે.