

મોરબી જીલ્લા સુન્ની મુસ્લિમ યુવા સમિતિ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન આપી જણાવ્યું હતું કે અમરનાથ યાત્રાએ જતા ગુજરાતના યાત્રાળુઓ પર થયેલ હિચાકરા હુમલાને તેમજ કાશ્મીરમાં નિર્દોષ નાગરીકો ઉપર તથા સરહદ પર અનેકવાર આપણા જવાનો ઉપર થયેલા હુમલાઓને મોરબી મુસ્લિમો સખ્ત શબ્દોમાં વખોડી કાઢે છે.અને અંતે દુખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે વ્યક્ત કરતા જણાવ્યું હતું કે શહીદ થયેલ આપણા નાગરિકોના કુટુંબીજનોના દુખ દેહમાં મોરબી મુસ્લિમ સમાજ સાથે છે.તેમજ આક્રોશ વ્યક્ત કરતા સુન્ની મુસ્લિમ સમજે જણાવ્યું હતું કે જો લડાઈ થાય તો મોરબી મુસ્લિમ સમાજ લોહી દેવા પણ તૈયાર છે.