મોરબી : પોસ્ટ ઓફીસમાં સબ પોસ્ટ માસ્તરે લાખોનો ઉચાપત કરી

તમારી મનપસંદ મોરબીન્યુઝ એપ્લીકેશન ડાઉનલોડ કરવા નીચેની લીંક પર ક્લિક કરો 

https://play.google.com/store/apps/details?id=com.encircle.android.morbinews

મોરબીની પી પી ડબ્લ્યુ પોસ્ટ ઓફિસમાં ફરજ બજાવતા સબ પોસ્ટ માસ્તરે ખોટી સિલક બતાવીને સરકારી રકમનો અંગત ઉપયોગ કરીને સરકારી નાણાની ઉચાપત કરી હોવાની ફરિયાદ મોરબી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાઈ છે.

મોરબીના સામાકાંઠે આવેલ પીપી ડબ્લ્યુ પોસ્ટ ઓફિસમાં સબ પોસ્ટ માસ્તર તરીકે ફરજ બજાવતા નીલેશભાઈ રામદાસભાઈ નિમાવત (ઉ.૪૬) રહે-તરઘરી વાળાએ તા.૨૮-૦૯-૨૦૧૬ થી તા.૦૫-૧૨-૨૦૧૬ સુધી ફરજ બજાવતા હતા દરમિયાન રૂપિયા ૩,૭૮,૭૨૧.૧૦ ઉપજાવેલ ચેકની બંધ સિલક બતાવી રોકડ સિલકમાં ઓછા બતાવી સરકારી હિસાબી કરતા ઓછા થયેલ આ સરકારી નાણા પોતાના અંગત હાથ પર રાખી આ સરકારી રકમનો પોતે અંગત ઉપયોગ કરી સરકારી નાણાની ઉચાપત કરી હોવાની ફરિયાદ યોગેશભાઈ કનૈયાલાલ જોષીએ નોંધાવી છે.

Comments
Loading...
WhatsApp chat