

મોરબીની ન્યુ એરા સ્કૂલ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકો માટે ત્રણ દિવસીય મોટિવેશન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના માનસિક વિકાસ અને નબળા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ન્યુ એરા પબ્લીક સ્કૂલ તથા ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ મોરબીમાં ટ્રેનિંગ તથા સ્ટુડન્ટ મોટીવેશન ત્રી દિવસીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં એમ.આર.પાઈ ફાઉન્ડેશન મુંબઈના વિવેક પટકી તથા રાજીવ લવ નામના પ્રખ્યાત મોટીવેશનલ સ્પીકરદ્વારા શિક્ષકોને બાળકોના માનસિક વિકાસ અંગે, સ્ટુડન્ટ સાથે સહાનુભૂતિ તથા નબળા સ્ટુડન્ટને વધુમાં વધુ પ્રોત્સાહિત કેવી રીતે કરી શકાય તે માર્ગદર્શન આપ્યું હતું.
આ સેમિનારમાં નિષ્ણાતો દ્વારા વિધાર્થીઓમાં લીડરશીપના ગુણ કેવી રીતે કેળવી શકાય, ટાઈમ મેનેજમેન્ટ, અભ્યાસક્રમમાં જવલંત સફળતા મેળવવા અને ભવિષ્યમાં આવનાર પડકારોનો કેવી રીતે સામનો કરી આવેલ તક ઝડપી લેવા માર્ગદર્શન પ્રુરુ પાડ્યું હતું. આ સેમિનારના અંતે ફાઉન્ડેશનના હેડ અને કોર્પોરેટ જગતના માંધાતા એવા ગીતા પાઈયે ઉપસ્થિત રહીને શિક્ષકો અને વિધાર્થીઓને સંબોધિત કરીને જીંદગી સંઘર્ષ કરીને પણ સારા વ્યકિત કેવી રીતે બની શકાય તે અંગે માર્ગદર્શન પ્રુરુ પાડ્યું હતું.
આ ત્રણ દિવસિય સેમિનારમાં શાળાના હાર્દિકભાઈ પાડલીયા અને પૂજા પાડલીયા બંને સ્કૂલના પ્રિન્સિપાલ સહિત સમગ્ર સ્ટાફે ઉપસ્થિત રહી મોટીવેશન સેમીનારને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી