નેપાળમાં આયોજિત ઇન્ટરનેશનલ સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીઓનો દબદબો

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ૧૯ ખેલાડીઓ મેડલ જીતી લાવ્યા

સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત સ્પીડબોલ સ્પર્ધામાં મોરબી જીલ્લામાંથી પસંદગી પામી ગુજરાતભરમાં સ્થાન મેળવીને સમગ્ર ભારતમાંથી આં સ્પર્ધામાં મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના ૨૩ ખેલાડીઓ નેપાળ ખાતે આયોજિત ઇન્ટરનેશનલ સ્પીડબોલ સ્પર્ધામાં ભાગ લેવા ગયા હતા જેમાં ૧૯ ખેલાડીઓ મેડલ જીતી લાવીને ભારતનું ગૌરવ વધાર્યું છે

મોરબીની વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ સ્પીડબોલ સ્પર્ધામાં ઇન્ટરનેશનલ કક્ષાએ બાંગ્લાદેશ અને યજમાન નેપાળને પરાસ્ત કર્યું હતું અને ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મળી ૧૯ મેડલ મેળવી મોરબીનું નામ સમગ્ર દેશ અને દુનિયામાં રોશન કર્યું છે. શાળાના વિદ્યાર્થીઓના ઉજ્જવળ દેખાવ મામલે વિનય સ્કૂલના સંચાલક કુણાલ મેવા જણાવે છે કે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા આયોજિત સ્પીડબોલ સ્પર્ધામાં ગુજરાતભરમાંથી મોરબીની વિનય ઇન્ટરનેશન સ્કૂલના ૨૩ બાળકો પસંદ થયા હતા. આ અલગ – અલગ વય જૂથના બાળકો બાંગ્લાદેશ અને નેપાળના હરીફ સામે જોરદાર લડત આપી હતી જેમાં ૯ ખેલાડીઓએ ગોલ્ડ, ૫ ખેલાડીઓએ સિલ્વર અને પાંચ ખેલાડીઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે રમત ગમત ક્ષેત્રમાં પાન આગળ વધે તે માટે શાળામાં પુરતું વાતાવરણ અને યોગ્ય પ્રોત્સાહન મળી રહે છે સ્કૂલમાં ચાર સ્થાનિક અને બે કોચ રાજકોટથી આવીને ખાસ તાલીમ આપી હતી જેના ફળસ્વરૂપે વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં સર્વશ્રેષ્ઠ દેખાવ કર્યો છે

વિનય ઇન્ટરનેશનલ સ્કૂલના કોચ પરેશભાઈ ઢાંક, મનીષભાઈ અગ્રાવત, સમીરભાઈ આચાર્ય અને કુલકુમાર ચોરપગાર સહિતનાઓની અથાગ મહેનત અને ખેલાડીઓને આપેલા યોગ્ય માર્ગદર્શન સાથે ખેલાડીઓની લગન અને જીતવા માટેની ઈચ્છાશક્તિને પગલે ઇન્ટરનેશનલ સ્પર્ધામાં મોરબીના વિદ્યાર્થીઓ વિજેતા બન્યા છે અને ૧૯ મેડલ જીતી લાવી મોરબીને સમગ્ર દેશ દુનિયામાં ગૌરવ અપાવ્યું છે

વિજેતા ખેલાડીઓના નામની યાદી
સિંગલ ઇવેન્ટ ભાઈઓ
૧. અન્ડર ૦૮ અવધ રાઠોડ ગોલ્ડ મેડલ
૨. અન્ડર ૦૮ ઇશાન પાલાણી બ્રોન્ઝ મેડલ
૩. અન્ડર ૧૦ મિત ભૂત ગોલ્ડ મેડલ
૪. અન્ડર ૧૦ રોમિલ કોરડીયા સિલ્વર મેડલ
૫. અન્ડર ૧૨ કરનીક અમૃતિયા ગોલ્ડ મેડલ
૬. અન્ડર ૧૨ મિત સુવારીયા બ્રોન્ઝ મેડલ
૭ અન્ડર ૧૪ દીપ ભાડજા ગોલ્ડ મેડલ
૮ અન્ડર ૧૪ નેમિલ કોરડીયા સિલ્વર મેડલ
૯ અન્ડર ૧૪ ભવ્ય કાંજીયા બ્રોન્ઝ મેડલ
૧૦ અન્ડર ૧૪ નેવિલ સીરવી બ્રોન્ઝ મેડલ
૧૧ અન્ડર ૧૬ કવન વરમોરા ગોલ્ડ મેડલ
૧૨ અન્ડર ૧૬ યશ રાજા બ્રોન્ઝ મેડલ
૧૩ અન્ડર ૧૬ ધ્રુવ ધમાસણા સિલ્વર મેડલ

સોલો ઇવેન્ટ ભાઈઓ

૧૪ અન્ડર ૧૦ મિત ભૂત સિલ્વર મેડલ
૧૫ અન્ડર ધ્રુવ ધમાસણા સિલ્વર મેડલ

સિંગલ્સ ઇવેન્ટ બહેનો

૧૬ અન્ડર ૧૦ નિયતિ અગ્રાવત ગોલ્ડ મેડલ
૧૭ અન્ડર ૧૨ પલક કૈલા ગોલ્ડ મેડલ
૧૮ અન્ડર ૧૪ વેગ મૈની ગોલ્ડ મેડલ
૧૯ અન્ડર ૧૬ અવની રાઠોડ ગોલ્ડ મેડલ

Comments
Loading...
WhatsApp chat